Mass suicide in Amreli: અમરેલી જિલ્લામાં લાલાવદર ગામમાં ભારે કરુણાન્તિકા સર્જાઇ છે એક વાડીના કૂવામાંથી ત્રણ મૃતદેહ મળવાની ઘટના બની છે.ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર( Mass suicide in Amreli ) કાઢવામાં આવ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ત્રણ લાશ એક સાથે મળી આવતા મૃત હાલતમાં મળી આવતાં ભારે ગમગીની છવાઈ છે,
કુવામાંથી ત્રણ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે.અમરેલી તાલુકાના લાલાવદરમાં દકુભાઈ ધાનાણીની વાડી આવેલી છે. જ્યાં પતિ-પત્ની અને પતિની બહેન ત્રણેય પરપ્રાંતિય ખેત મજૂર તરીકે કામ કરી રહ્યાં હતા.પરંતુ થોડાક સમયથી તેઓ ગુમ હતા.જે બાદ કુવામાં મૃતદેહ હોવાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.અને બનવું અંગે તાત્કાલિક ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારે ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહને બહાર કાઢતા તેની ઓળખ થઇ હતી.
કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ
કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગેની જાણ થતાં અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા પણ પહોંચ્યા હતા.
શું કહે છે SP?
આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયા કારણોસર કરી છે એની તપાસ હાલમાં ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube