Mass suicide in Rajkot: રાજકોટમાં એક જ પરિવારના સદસ્યોએ સામૂહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના નવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં એક જ પરિવારનાનવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો (Mass suicide in Rajkot) પ્રયાસ કર્યો છે. આ બનવાની આજુબાજુના લોકોને ખબર પડતા જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
રાજકોટમાં સામુહિક આપઘાત
ઝેરી દવાની અસર થતા આસપાસના લોકોએ ભેગા મળીને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણા ત્રણ કરોડ રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે. તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ આસપાસના લોકોએ પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં સારવાર હેઠલ ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.
દવા પીનાર પરિવારના સભ્યોના નામ
લલીત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72), ચેતન લલીતભાઈ આડેસરા (ઉં.વ.45), જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21), મીનાબેન લલીતભાઈ આડેસરા (ઉં.વ.64), સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41), દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43), વિશાલ લલીતભાઈ આડેસરા (ઉં.વ.43), સગીર (ઉં.વ.15
સ્વજન કેતન ઓડેસરાએ જણાવ્યું કે, અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ તેઓએ અમારૂ પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણા ત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App