એવું તો શું થયું કે, વડોદરામાં એક જ પરિવારના 6 લોકોએ ગટગટાવી લીધી ઝેરી દવા- થયા મોત…

ગુજરાતમાં અવાર-નવારઆપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં સદનસીબે 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

વડોદરાના સમા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઝેરી દવા પીને 6 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહી છે. બીજી બાજુ પોલીસ આ કેસમાં ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં આજે એક જ પરિવારના 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં 6 સભ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર તેમને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે, જ્યારે 3 સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વડોદરામાં બનેલી આ ઘટનામાં 1 વૃદ્ધ, 1 બાળક અને 1 મહિલાનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પરિવારના 6 સભ્યોએ દવા પીધા બાદ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *