Bharuch Mass Suicide Case: ભરૂચમાં રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જો કે આ ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો(Bharuch Mass Suicide Case) દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામુહિક આપઘાતની ઘટન
ભરૂચના રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા એક પરિવાર ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી. આ ઘટના બાદ પરિવારમાંથી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
ત્યારે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર પોતાની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ અંગે પોલીસને જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ત્રણેય મૃતદેહનું પોસ્ટમોટર્મ
સામુહિક આપઘાતની આ ઘટનાના સમાચાર સમગ્ર ભરૂચ શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા છે. જો કે બપોરે 12.30 વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોટર્મ રૂમ ખાતે પરિવારજનોના હ્નદયફાટ રુદનના કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસે ત્રણેય મૃતદેહના પોસ્ટમોટર્મ માટેની તજવીજ શરૂ કરાવી હતી. બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ ઘટના પાછળનું કારણ બહાર લાવવા પ્રયત્ન કરી રહી છે.
મોતનું કારણ અકબંધ
મૃતકના નામ જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે. મૃતક જતીન મકવાણા રેલવેમાં ઈજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે.પરંતુ મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App