રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ: 400 કામદારોમાં નાસભાગ મચી

Gopal Namkeen Factory: ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વિકરાળ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે, જ્યારે ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન (Gopal Namkeen Factory) બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે. નોંધનીય છે કે, ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે. જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે આસપાસની ફાયર વિભાગની ટીમને પણ બોલાવાઈ છે.

ગોપાલ નમકીનમાં આગ
રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. જો કે, આજે ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ઘટની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigde) કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા.

આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ
ફાયરનાં જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. આગનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગોપાલ નમકીન કંપનીની (Gopal Namkeen) ફેક્ટરીમાં આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.

સદનસીબે અત્યાર સુધી આ આગનાં બનાવમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ ફેક્ટરમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે.