સરકારી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: આઠ મજૂરોના મોત, જાણો ક્યાં બની દુર્ઘટના?

Bhandara Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારામાં શુક્રવારની 24 તારીખે એક ઓર્ડન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 8 લોકોના (Bhandara Ordnance Factory Blast) મૃત્યુ થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીના આર.કે બ્રાન્ચ વિભાગમાં આ ધમાકો થયો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 8 લોકોના મૃત્યુની જાણકારી આપી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાની તસ્વીરો પણ સામે આવી રહી છે. જેમાં જોઈ શકાય છે કે હથિયાર બનાવનારા ભારે સામાનના ટુકડા આસપાસ વીખરાયેલ પડેલા છે. બ્લાસ્ટ થયા બાદ આકાશમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા છે, જેને ઘણા દૂરથી પણ જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ જેની જ ઝપેટમાં ઘણા લોકો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટના સ્થળ પર પોલીસની ટીમ હાજર છે અને રાહત બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ બ્લાસ્ટનો અવાજ કેટલો વધારે હતો કે આજુબાજુના વિસ્તારોમાં પણ તે સંભળાયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જે લોકોને બચાવવામાં મદદ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું
સમાચાર મળી રહ્યા છે કે ભંડારા જિલ્લામાં એક આયુદ્ધ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં છત પડવાને કારણે 13 થી 14 કર્મચારીઓ ફસાઈ ગયા છે. તેમાં પાંચ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અને પોલીસ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે હાજર છે અને તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યા છે. બચાવ કાર્ય માટે એસ ડી આર એફ અને નાગપુર નગરપાલિકાની ટીમોને પણ બોલાવવામાં આવી છે. જિલ્લા પ્રશાસનના ફાયર ફાઈટર સાથેના સમન્વયમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મેડિકલ સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

ચૌદ કર્મચારીઓ ફેક્ટરીમાં હાજર હતા
આ બ્લાસ્ટ શુક્રવાર 24 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ થયો હતો. તે સમયે ફેક્ટરીમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ચારથી પાંચ લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર ફેક્ટરીના અધિકારીઓ ઉપરાંત ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ પણ હાજર થઈ ચૂક્યા છે.

શાની છે આ સરકારી ફેક્ટરી?
ભારતીય આયુદ્ધ ફેક્ટરી ભારતની એક ઇન્ડસ્ટ્રી છે જે રક્ષા મંત્રાલય માટે કામ કરે છે. અહિયા રક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો બનાવવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય મથક કલકત્તામાં આવેલું છે.