જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્મા પર નીતિશ કુમારે મોટી કાર્યવાહી કરી છે. બંન્ને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે બુધવારે જ નીતિશ કુમારને પ્રશાંત કિશોર પર મોટો હુમલો થયો હતો અને કહ્યું હતું કે, જેને પાર્ટીમાંથી બહાર જવું હોય એ જઇ શકે છે. તેમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, જેડીયુ પ્રશાંત કિશોર પર કાર્યવાહી કરી શકે છે. નીતીશ કુમારે કહ્યું કે પ્રશાંત કિશોરને ફક્ત અમિત શાહના કહેવાથી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. નીતીશ કુમારના આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર મને પાર્ટીમાં લેવા અંગે આવું ખોટું કેવી રીતે બોલી શકે છે. તમે નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી.
ત્યારે વળી બીજી તરફ, નીતીશકુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ યુનાઇટેડમાંથી બરતરફ કરવામાં આવેલા નેતા પ્રશાંત કિશોર રાજકીય રીતે બિહારમાં સક્રિય થવા માગે છે. તે પોતાની સંસદીય રાજકારણની શરૂઆત પશ્ચિમ બંગાળથી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તૃણમુલ કોંગ્રેસ પ્રશાંત કિશોરને પોતાના કવોટામાંથી રાજ્યસભા મોકલે તેવી સંભાવના છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની પાંચ બેઠકો ખાલી પડવાની છે.
તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરી લીધા
તૃણમુલ કોંગ્રેસે ચાર બેઠકો પર ઉમેદવારો નક્કી કરી લીધા છે. પાંચમી બેઠક અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખાલી થનારી પાંચ બેઠકોમાંથી ચાર પર હાલમાં જોગન ચૌધરી, અહમદ હસન ઇમરાન, મનીષ ગુપ્તા અને કે ડી સિંહ છે. આ ચારેય તૃણમુલના સાંસદ છે. પાંચમી બેઠક પર ઋતબ્રત બેનર્જી છે જે 2014માં સીપીઆઇના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.
માત્ર એકને રાજ્યસભામાં મોકલશે
તૃણમુલના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજકારણની પરિસ્થતિઓને ધ્યાનમાં રાખતા રાજ્યસભામાં વધુ સક્રિય નેતાઓની જરૃર હોવાથી પ્રશાંત કિશોરને તક આપવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.