નારોલમાં ગયા રવિવારે રાત્રે પોલીસને કંટ્રોલ પર ફોન આવ્યો હતો કે મેં મારા ભાઈની હત્યા કરી નાંખી છે. જેથી નારોલ પોલીસ દોડતી થઈ ગઈ હતી. આખરે પોલીસે તેને મોડી રાત્રે શોધી કાઢ્યો હતો.પોલીસ પહોંચતાં તેને યુપીના અને ગુજરાતના માતાજી આવ્યા છે તેમ કહી પોલીસની હાજરીમાં ધુણયો હતો. આ વ્યક્તિ દારૂના નશામાં પોલીસને દોડાવતા પોલીસે દારૂ પીધેલા નો કેસ કર્યો હતો.
તસ્વીરો પર્તીકાત્મક છે…
નારોલ વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટી નજીક આવેલા આર્યન એન્ટરપ્રાઇઝ ભંગારના ગોડાઉનમાં ક્રિષ્ના રાજ બહાદુર સિંઘ પંડિત તેના ભાઇ સાથે રહેતો હતો. તે દરમિયાન ગયા રવિવારની રાત્રે તેના ભાઇ સાથે તેને ઝઘડો થતાં મારામારી થઈ હતી.
મોડી રાત્રે તેણે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને કહ્યું કે હાઈફાઈ ચોકડી પાસે મેં મારા ભાઈની હત્યા કરી નાખી છે. મેસેજના આધારે નારોલ પોલીસ દોડતી થઇ ગઇ. નારોલ પોલીસે મોડી રાત સુધી ક્રિશ્નાની ખૂબ જ શોધખોળ કરી હતી. છેલ્લે મોડી રાત્રે પોલીસે તેને શોધી કાઢ્યો હતો.પોલીસની હાજરીમાં જ તે રમવા લાગ્યો હતો અને મોડી રાત્રે યુપીના માતાજી આવ્યા છે અને ગુજરાતના માતાજી આવ્યા છે તેમ કહી લાંબો સમય સુધી ધૂણયો હતો.
પોલીસને અડધી રાત્રે ખોટા મેસેજ કરી દોડાવી હતી જેથી તેના પર અન્ય કોઇ કેસ કરાયો ન હતો પરંતુ તે ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેના ઉપર દારૂ પીધેલા નો કેસ કર્યો હતો. પ્રોહીબીશન ના કેસમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ પણ બે કિશોરોએ ફિલ્મ જોઈ બોમ્બની ધમકી નો મેસેજ કર્યો હતો. જોકે તેના બંને સગીર વયના હોવાથી તેમાં પણ ગુનો દાખલ કર્યો ન હતો. તેના પરિવારજનોને સમજાવી ફરી વખત આવી મજાક ન કરે અને કાયદાનું ભાન કરાવ્યું હતું.