માતાજીનુ આવવુ કે ભૂવા ધૂણવુ,એક્સપર્ટ ના મતે એની હકીકત શું છે ??જાણો..

અંધશ્રદ્ધા એ લોકોમાં હજી પણ છે ગામડાઓ માં હજી પણ લોકો માતા આવી એવું કહેતા હોય છે અને કોઈ વ્યક્તિને પવન આવે છે એવું લોકો કહેતા હોય છે અને લોકોને ધૂણતા પણ આપડે જોયા છે. આરતી થતી હોય કે ગરબા રમાતા હોય ત્યારે અચાનક કોઇ મહિલા કે પુરુષ ધૂણવા માંડે છે. આવા સમયે લોકો કહે છે, ‘માતાજી આવ્યાં, પગે લાગો.’ અને સાચે લોકો તેમને લાગે પણ છે. પ્રશ્ન થાય કે શું ખરેખર માતાજી આવે ખરા? ખરેખર આ માનવું જોઈએ કે નહિ અને આ બાબતમાં તથ્ય કેટલું? વાતને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવા નો પ્રયત્ન કરીએ.

માતાજીના આવવા અને કોઈના ધુણવા અંગે અમદાવાદના સાઇક્યિાટ્રિસ્ટ દીપ્તિ જાનીનું અંગે કહેવું છે, ‘આને પઝેસિવ સિમ્પટમ્સ અથવા બાયપોલર મૂડ ડિસઓર્ડર કહી શકાય.આમાં વ્ય્ક્તીને એવું લાગે કે પોતાનામાં માતાજી આવી રહ્યાં છે. લોકો પગે લાગે છે અને તેથી આવા લોકોને પ્રોત્સાહન મળે છે. લોકોનું સાઇક્યિાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ અને વારંવાર આવું બને તો તેની જરૂરી ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઇએ.’

માતાજીના આવવા અને કોઈના ધુણવા અંગે ભાવનગરના સાઇક્યિાટ્રિસ્ટ શૈલેષ જાની કહે છે, ‘બેઝિકલી પઝેસિવ સિમ્પટમ્સ કહેવાય.જે લોકો નબળા મનના હોય, સજેસ્ટિવ હોય, સેન્સિટિવ હોય, એવા લોકોને માતાજી આવતાં હોય એવું લાગે છે. વધુમાં એમણે એવું પણ કહ્યું કે આવી સ્થિતિ દસ-પંદર મિનિટ રહે છે પછી વ્યક્તિ શાંત થઇ જાય છે આથી વધારે ધ્યાન આપવું જોઇએ. વારંવાર આવું બને તો જરૂરી ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ.’

માતાજીના આવવા અને કોઈના ધુણવા અંગે વડોદરાના સાઇક્યિાટ્રિસ્ટ ગૌતમ અમીનનો મત પણ કંઇક આવો જ છે, ‘આને અટેન્શન હેકિંગ બિહેવ્યર કહેવાય. અન્ય લોકોની માનસિકતા પણ એવી હોય છે કે આને માતાજી આવે છે. આરતી શરૂ થઇ એટલે માતાજી આવશે. આના ઉપાય તરીકે તો જેમને આવું થતું હોય તેમને આવા સ્થળોથી પહેલા તો દુર રાખવા પ્રયત્નો કરવા જોઈએ. અને જો આવા સ્થળે હાજર રહે તો પણ તેમના પ્રત્યે ધ્યાન ઓછું આપવું જોઇએ. વારંવાર આવું બને તો તેમનું કાઉન્સેલિંગ કરાવવું. અને ય  કરાવવી જોઈએ.

માતાજીના આવવા અને કોઈના ધુણવા અંગે રાજકોટના સાઇક્યિાટ્રિસ્ટ વિજય નાગેચાએ બાબતે જણાવ્યું, ‘આવું થવું કલ્ચર બાઉન્સ સિન્ડ્રોમ છે. આવા સમયે તેઓ હાયપર સજેસ્ટિવ બની જાય છે. અને કો પણ તેમની વાત માની લે છે. આવું થાય ત્યારે જરૂર છે, વ્યક્તિને આવી ફીલિંગમાંથી બહાર કાઢવાની. જો વારંવાર આવું બને તો એપિસોડિક સાઇક્યિાટ્રિક ડિસઓર્ડર ગણી અલગ ટ્રીટમેન્ટ કરાવવી. અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

સાઇક્યિાટ્રિસ્ટ્સના અભિપ્રાયો માનીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે માતાજી આવવા તે ખરેખર તો વ્યક્તિની માનસિક નબળાઇ કે એન્ક્ઝાઇટી છે. આવી માન્યતાને પ્રોત્સાહન આપવું સમાજ માટે વધારે હિતાવહ છે. લોકો માતાજીના આવવા અને કોઈના ધુણવા અંગે ખોટી માનસિકતા સાથે જીવે છે અને ખોટી અંધશ્રદ્ધા રાખતા હોય છે જે વિજ્ઞાન ના જમાનામાં ખોટું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *