Gujarat: ગુજરાતમાં આવેલી ગીરમાં એક મૌલવી વિરુદ્ધ સોમનાથ મંદિર પર ટિપ્પણી કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. મૌલવીએ દાવો કરતા કહ્યું છે કે, મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરનો નાશ કર્યો ન હતો, પરંતુ ત્યાં જે અનૈતિક બાબતો ચાલી રહી હતી તેને અટકાવી હતી.
પોલીસ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સમગ્ર મામલે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી અનુસાર ગયા મહિને રશીદીએ કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કરતા કહ્યું હતું કે, સોમનાથના પ્રાચીન મંદિરને ગઝનવીએ નષ્ટ કર્યું નથી.
તેઓને ઈતિહાસ મુજબ ખબર પડી કે મંદિરની અંદર હિંદુ દેવી-દેવતા અને આસ્થાઓના નામે અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. ત્યાર તેમણે તથ્યોની ચકાસણી કરીને તેઓએ મંદિર પર હુમલો કર્યો. તેમણે મંદિરનો નાશ કર્યો ન હતો.
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસ અધિકારી સાથે વાત કરતા જણાવ્યું કે, મેં મૌલાના સાજીદ રશીદીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રશીદીએ કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ગઝનવીએ સોમનાથ મંદિરનો નાશ કર્યો ન હતો, પરંતુ ત્યાં જે અનૈતિક બાબતો ચાલી રહી હતી તેને અટકાવી હતી.
પોલીસે રશીદી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી દૂષિત કૃત્ય) અને 153A (ધર્મ, જાતિ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ સમગ્ર મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસે કહ્યું કે, અમને જાણવા મળ્યું કે, રશીદીએ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.