“૩ દિવસ માવઠાએ માર્યા હવે ઠંડી ઠારશે” અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતો પર ફરી વળશે ચિંતાનું મોજું

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને ત્યાર પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર, આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે. તેમજ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિલ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો. આમ રાજ્ય સહિત કેટલા જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થવા પામ્યો છે.

આમ રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો સિંગલ ડીઝિટમાં સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં તાપમાનનો પારો 9 ડિગ્રી અને ગાંધીનગરમાં 8 ડિગ્રીન નોધાયો છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અગામી બે દિવસો દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર,  18થી 20 સુધી માવઠું પડી શકે છે. 13 જાન્યુઆરી સુધી ઠંડી પડશે. ફેબ્રુઆરીમાં પણ કમોસમી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *