McDonald’s remove Tomatoes From Menu Items: દેશભરમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શાકભાજીના ભાવ સતત આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છે. તેમાંથી મોટા ભાગે ટામેટાંના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ટામેટાં પેટ્રોલ કરતાં પણ વધારે મોંઘા થયા છે. આ કારણોસર ઘણી રેસ્ટોરાં અને કાફેમાં ટામેટાંનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. તે જ સમયે મનપસંદ બર્ગર આઉટલેટ મેકડોનાલ્ડ્સે પણ તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેકડોનાલ્ડ્સે તેના બર્ગરમાંથી ટામેટાં કાઢી નાખ્યા (McDonald’s remove Tomatoes) છે. હકીકતમાં દેશમાં ટામેટાં 150 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તે 250 અને 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેની અસર સીધી સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. આ કારણે મેકડોનાલ્ડ્સે પણ મોટો નિર્ણય લીધો છે અને તેના બર્ગરમાંથી ટામેટા હટાવી દીધા છે.
મળતી માહિતી મુજબ, મેકડોનાલ્ડ્સ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવામાનમાં આવેલા બદલાવને કારણે તમામ પ્રયાસો છતાં પણ અમને સારી ગુણવત્તાના ટામેટાં નથી મળી રહ્યા. આ જ કારણ છે કે અમારા કેટલાક આઉટલેટ્સ પર બર્ગરમાં ટામેટાં દેખાતા નથી. સારી ગુણવત્તાના ટામેટાં ન મળવાને કારણે અમે અમારા ઉત્પાદનમાં ટામેટાં સર્વ કરી શકીશું નહીં. જો કે હજુ પણ કેટલાક આઉટલેટ્સમાં ટામેટાં પીરસવામાં આવી રહ્યા છે. જોકે મોસમી સમસ્યાને કારણે તે થોડા સમય માટે જ બંધ છે.
તમને જણાવી દઈએ કે, મેકડોનાલ્ડ્સ પોટેટો ટિક્કી બર્ગર લોકોને સૌથી વધુ પસંદ છે. તે ટામેટાં, ડુંગળી અને સિગ્નલ શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ જ કારણોસર તેનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ ટામેટાં ન મળવાને કારણે તેનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી, જ્યારે ઘણા લોકો તેને ટામેટાં વગર પણ ખૂબ જ શોખથી ખાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube