હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 4 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.

હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે, હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.

આવાં બદલાયેલાં કુદરતી પરિબળો સાથે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 35 થી 40 ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઇ રહ્યો છે. બપોરે તાપમાન વધુ હોવાથી જમીન ગરમ થઇ જાય અને પરિણામે વરાળનો વિપુલ જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે. વરાળનો તે જથ્થો સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં અસંખ્ય બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. પરિણામે સાંજે તે બધાં જળ બિંદુઓ વર્ષાના સ્વરૂપમાં વરસે. સાથોસાથ ગાજવીજનો માહોલ પણ સર્જાય. આમ આવું તોફાની હવામાન ખરેખર તો સ્થાનિક પરિબળોને કારણે પણ સર્જાતું હોય છે.

હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવી શક્યતા છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની સંભાવના છે.

આવતા 24 કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન 34.4 અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 33.2 અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ 81-74 ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ 67-63 ટકા જેટલું વધુ નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *