કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં છેલ્લાં 6 મહિનાથી શાળા-કોલેજની સાથે જ તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. જેને લીધે ઘણાં લોકોને આર્થિક સંકડામળનો સામનો કરવો પડ્યો છે. ઘણાં લોકોએ લોકડાઉન દરમિયાન નવાં વ્યવસાયની શરૂઆત કરીને હજારો રૂપિયાની કમાણી પણ કરી લીધી છે.
હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. લોકોએ પોતાના જીવનમાં આ વર્ષ દરમિયાન થયેલ અચાનક લોકડાઉન કંઈ કેટલાય કામ કર્યા છે. ઘણાં લોકો વર્કઆઉટમાં જોતરાયા હતા, જ્યારે ઘણાં લોકો રસોયા બની ગયાં હતા.
ઘણાં લોકો લેપટોપ લઈને વર્ક ફ્રોમ હોમમાં અટવાઈ ગયા હતા પરંતુ કેરલની આરતી રઘુનાથે તો કમાલ જ કરી નાખી છે. એણે લોકડાઉનના સમયમાં એક સાથે 350 કોર્સ કરી નાખ્યા છે. MES કોલમાં MSC બાયોકેમેસ્ટ્રી સેકન્ડ ઈયરની સ્ટૂન્ડ છે આરતી. એણે છેલ્લા 3 મહિનામાં કુલ 350 કોર્સ કર્યા છે એ પણ ઓનલાઈન.
વિશ્વ રેકોર્ડ બનાવ્યો તેણે તો…
આરતી કોચ્ચિના એલમકારાની રહેવાસી છે. આરતી જણાવતાં કહે છે કે, એની કોલેજ એને ઓનલાઈન કોર્સની દુનિયાની સફર કરાવી છે. ત્યારપછી એણે ઓનલાઈન કોર્સ કરવાની શરૂઆત કરી. ક્લાસ ટ્યૂટરની મદદથી એણે થોડા સપ્તાહમાં જ આ કોર્સને પૂર્ણ કરી નાખ્યા હતાં.
આટલાં કોર્સ કર્યાં :
આરતીએ મોટી મોટી યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલા છે. જેમાં જોન હોકિંસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર, યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્ક તથા કોપનહેગન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આરતીએ આ રીતે લોકડાઉનનો યોગ્ય રીતે ઉપયોગ કરી બતાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle