દેશનાં PM નરેન્દ્ર મોદી ઘણીવાર ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરતાં રહેતાં હોય છે. આ કાર્યક્રમમાં PM મોદી કેટલાંક લોકોના નામનો ઉલ્લેખ કરતાં હોય છે. PM મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’ માં ‘કિતાબોવાલી દીદી’ની પ્રશંસા કરી હતી.
મધ્ય પ્રદેશમાં આવેલ સિંગરૌલી જીલ્લામાં માધ્યમિક સ્કૂલમાંશિક્ષક તરીકેની ફરજ બજાવતાં ઉષા દેવી ગલીઓમાં જઈને બાળકોને ભણાવે છે. લોકડાઉનમાં જ્યારે સ્કૂલ બંધ થવાને લીધે બાળકોના અભ્યાસ પર અસર થવા લાગી ત્યારે એમણે પોતાની સ્કૂટીને જ એ બનાવી દીધી હતી. દરરોજ સવારમાં કુલ 4 કલાક સુધી બાળકોની સાથે રહીને એમને ભણાવવાની શરુઆત કરી.
તમામ વિષયોની અંદાજે 100 બુક્સ ઉપલબ્ધ :
કોરોનાને કારણે બંધ પડેલ સ્કૂલ દરમિયાન બાળકો ‘કિતાબોવાલી દીદી’ની રાહ જુએ છે. જેવી સ્કૂટીનો અવાજ આવે છે એવા દોડી પડે છે. સ્કૂટીવાળી આ લાઈબ્રેરીમાં સાયન્સથી લઈને બીજા વિષયોની કુલ 100 બુક્સ ઉપલબ્ધ છે. આ હાલતી-ચાલતી લાઈબ્રેરીથી બાળકોની સાથે એમના પેરેન્ટ્સ પણ ખુશ છે. ઉષા દેવી છેલ્લા 2 મહિનાથી ગલીઓમાં જઈને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવાના પ્રયાસ કરી રહ્યાં છે. તમામ ગલીમાં અંદાજે 15-20 બાળકો વિવિધ સ્ટોરી વાંચે છે. આની સાથે જ તેઓ ઇંગ્લિશ બોલતા પણ શીખી રહ્યા છે.
ધોરણ 1થી 8 ના બાળકો માટે પુસ્તકો :
આ અનોખી પહેલ અંગે શિક્ષિકા ઉષા દેવીએ જણાવતાં કહ્યું કે, લોકડાઉનને કારણે બાળકોના અભ્યાસ પર ખુબ અસર પડી છે. એવા સમયમાં આ લાઈબ્રેરીથી બાળકોને ખુબ મદદ મળી છે. હવે બાળકો પણ મારી રાહ જોઈ રહ્યાં છે. આ લાઈબ્રેરીમાં 1 થી 8 ધોરણના બાળકો માટે બધા પુસ્તક છે. કુલ 4 કિમીના વિસ્તારના બાળકોને ઉષા દેવી આ પુસ્તકો આપે છે. પુસ્તકો આપીને જે-તે વિષય પર ચર્ચા પણ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle