કેટલાક વિપક્ષી નેતાઓ કોંગી નેતા કપિલ સિબલના 73 માં જન્મદિવસના એક દિવસ બાદ સોમવારે કપિલ સિબ્બલના ઘરે ભેગા થવાના છે, અને આ આયોજનથી વાકેફ લોકો કહે છે કે આ મીટીંગ ભાજપા વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ ભારતીય જનતા પાર્ટી સામે એકજૂથ થવાની ચર્ચા માટે એક મંચ તરીકે કામ કરશે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ શરદ પવાર અને પ્રફુલ પટેલ, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, સમાજવાદીપાર્ટીના વડા અખિલેશ યાદવ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના તિરુચી શિવા અને રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ હાજર રહે તેવી સંભાવના છે.
આ મીટીંગમાં ઉપસ્થિત થવાની સંભાવના ધરાવતા લોકોમાં ઘણા કહેવાતા ગાંધી પરિવાર વિરોધી “G-23” નેતાઓ પણ છે, જેમણે ગયા વર્ષે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ફેરફારની માંગ કરી હતી, જેમાં તમામ પક્ષની ચૂંટણીઓ પણ સામેલ હતી. .
આ બાબતે હિન્દુસ્તાન ટાઈમ્સે આપેલા અહેવાલ અનુસાર તેમનો સંપર્ક કરવામાં આવતા સિબ્બલે કહ્યું, “તે મારા મિત્રો માટે માત્ર એક વ્યક્તિગત રાત્રિભોજન છે, તેમાં વધુ કંઈ નથી.”
કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરને, જેમને સભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, તેમણે કહ્યું: “જ્યાં સુધી હું સમજું છું, કપિલનું રાત્રિભોજન વિવિધ પક્ષોના સમાન વિચારધારા ધરાવતા લોકો વચ્ચે માત્ર 2024 માં ભાજપને હરાવવાના શ્રેષ્ઠ ઉપાયો વિશે ચર્ચા છે. તે પક્ષમાં કોઈ પણ પ્રકારનું બળવાખોર આંદોલન નથી; તેના બદલે, તે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને મજબૂત કરવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.