Diamond Industry News: હીરા ઉદ્યોગ મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે તેમને મદદ આપવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના (Diamond Industry Recession) હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અમે આગામી 2 દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બાનાવીશું.
હોદ્દોદારોની CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક
વિશ્વમાં 10 ડાયમંડનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત, અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે. પરંતુ છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં અઢી વર્ષથી ચાલતી મંદિને કારણે અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે.
છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી
જેને લઈને આ રત્નકલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવતી હતી. દરમિયાન મંગળવારના રોજ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી.
જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્નકલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. CMએ કહ્યું હુતં કે આ બાબત સરકાર દ્વારા આગામી 2 દિવસાં કોઈ ઠોસ પગલાં ભરવામાં આવશે.
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરેમન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી. સીએમ દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. CMએ કહ્યું હતું કે, રત્નકલકારો માટે સરકારે મદદ કરવી જોઈએ, અમે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અમારા વિભાગને સુચના આપી દિધી છે અને આગામી 2 દિવસમાં રત્નકલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App