ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો મેઘો: સુરતમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Surat Heavy Rain: રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યનાં 6 જીલ્લાનાં 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતનાં(Surat Heavy Rain) ઓલપાડમાં 1.4 ઈંચ, ભાવનગરનાં તળાજામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 4 તાલુકામાં 2 MM થી 9 MM વરસાદ નોંધાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રાંતિજના મજરા, કમાલપુર, અમીનપુર, પોગલું, વાદરાડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. લોધીકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર પછી મેટોડા, ખીરસરા, વાજડી, રાતૈયા, બાલસર, વાગુદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખીરસરા ગામના રણમલજી મહાદેવળી નદીનો રિવરફ્રન્ટ બે કાઠે વહેતો થયો છે. ખીરસરા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

દાહોદમાં ધોધમાર વરસાદ
દાહોદના લીમડી પંથકમાં ભારે ઉકળાટ પછી વરસાદ વરસ્યો છે. લીમડી, કારઠ, દેપાડા, કચુંબરમા ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે.

ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
થોડાક સમયના વિરામ પછી ફરીથી ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોધાયો છે. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ ફરીથી વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજના માધાપર, મીરઝાપર, સુખપર અને માનકુવા પંથકમાં વરસાદ પડ્યો છે.