નવરાત્રી પૂરી અને વરસાદ શરુ! આગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા- જાણી લો આગાહી

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. જો હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે…

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. જો હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં ફરી દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો ક્યાં જામ્યો છે વરસાદી માહોલ:
જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે. સાથે જ બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી માહોલ જામ્યો છે. આથી જો માવઠું થાય તો મગફળીના પાકમાં નુકસાન થાય તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી:
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ ખાબકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 9મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *