આજે ગુજરાતમાં જામશે મેઘરાજાની જમાવટ: પાટણ, પંચમહાલ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ!

Heavy Rain Forecast: ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. છેલ્લા બે દિવસથી તો મેઘરાજા મંદ પડ્યા હોય, તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. જો કે હવે વરસાદથી ભરપુર અષાઢ મહિનો શરૂ થઈ જતાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગ(Heavy Rain Forecast) દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ સક્રિય થઈ છે. આ સિવાય અન્ય એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ છે. જેની અસરના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે.એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ ઉદ્દભવી છે, જ્યારે એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયો પણ તોફાની બની શકે છે. જેથી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા
આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ દરમિયાન નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ
રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે.