ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

Heavy Rain Forecast in Gujarat: ગુજરાતમાં હાલ ચોમાસું છવાતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી જણાવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી(Heavy Rain Forecast in Gujarat) છે. જ્યારે બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ, મોરબી અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિલ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં તૂટી પડશે
આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાનો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ જિલ્લામાં આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ
આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણાા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત
હવામાન વિભાગના આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો. અન્યની વાત કરીએ તો, નવસારીના વાંસદા, વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદ તથા નવસારીના ખેરગામમાં પણ વરસ્યો 4.5 ઈંચ વરસાદ નોંધાયો. વલસાડના પારડી, સુરતના કામરેજમાં 4 ઈંચ વરસાદ નોંધાયો. ભાવનગરના વલ્લભીપુરમાં પણ વરસ્યો 4 ઈંચ વરસાદ આવ્યો. ડેડિયાપાડા, ડોલવણ, તિલકવાડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો. આમ, દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ખેડા, છોટાઉદેપુરમાં વરસાદની પધરામણી થઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો.

અંબાલાલ પટેલની આગાહી
રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.