સુરત: નવી સિવિલમાં રેસીડેન્ટ ડોક્ટરની દારૂપાર્ટી- વિડીયોમાં જુઓ હોસ્ટેલ રૂમમાં માણી મહેફિલ

Surat New Civil Hospital: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થઇ ગર્લ બોલાવ્યા બાદ હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે.જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરો દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.જેમાં હોસ્ટેલના(Surat New Civil Hospital) એક રૂમમાં દારૂ પાર્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વિડીયોમાં ડોકટરો દારૂ ઢીંચીને આરામ કરતા પણ જોવા મળી રહ્યા છે સાથે જ આ વિડીયોમાં રંગીન લાઈટો અને દારૂની બોટલો જોવા મળી રહી છે.જો કે સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ ચોકી આવેલી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ દ્વારા ડોક્ટરોની દારૂ પાર્ટી પર કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી આવા અવનવા કિસ્સા વારંવાર પ્રકાશમાં આવ્યા કરશે…

નવી સિવિલ હોસ્પિટલમાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે.ત્યારે આજે ફરી એકવાર સિવિલ હોસ્પિટલના હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોકટરો દારૂ પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.જેમાં રેસિડેન્ટ ડોકટરો દારૂના નશામાં ચૂર દેખાઈ રહ્યાં છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસના ડોકટરો જ દારૂની મોજ માણતા જોવા મળી રહ્યા છે.દારૂ પીધા બાદ ડોકટરો આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે.આ સાથે જ વિડીયોમાં સંભળાઈ રહયું છે કે, ‘અમે એકલા તો આ ફલોર પર પાર્ટી કરતા નથી, બીજા પણ કરે છે,તમે કહેતા હોય તો અમે ધીમુ કરી નાખીશું’. ત્યારે આ જવાબ પરથી લાગે છે કે સિવિલ હોસ્પિટલમાં ડોકટરો રોજ દારૂ પાર્ટી કરે છે.

રંગબેરંગી લાઈટ સાથે દારૂની બોટલો જોવા મળી
વીડિયોમાં દેખાઈ રહ્યું છે તેવી રીતે વિડીયોમાં રંગીન લાઈટો અને દારૂની બોટલો જોવા મળી રહી છે.ત્યારે આ ડોક્ટરોને જોઈને મનમાં એક સવાલ ઉભો થાય છે કે, જો આ લોકો આવી હરકતો કરશે આ ભવિષ્યમાં શું એમના દર્દીનું ધ્યાન રાખશે…જો કે કેમ્પસમાં જ પોલીસ ચોકી આવેલી છે.ત્યારે આ વિડીયો વાયરલ થતા હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં
સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે ત્યારે આ વિડીયો વાયરલ થતા અહીં એક સવાલ એ ઉભો થાય છે કે, અહીં આવી રીતે હોસ્પિટલમાં દારૂ પાર્ટી કરવામાં આવી છે. તો નવી સિવિલ પ્રશાશન તરફથી શા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.કે પછી પ્રશાશન આંખ આડા કાન કરે છે.