સવારથી જ મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ; સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો, જાણો રાજ્યમાં સ્થિતિ

Heavy Rain in Gujarat: હાલ ગુજરાતભરમાં મેઘરાજાની સવારી ફરી રહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટેની આગાહી(Heavy Rain in Gujarat) આપવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું
હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે વરસાદની આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારી તાલુકામાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડ્યો છે.

24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જામનગના ધ્રોલ, વલસાડના ઉમરગાંવ, ભરૂચના વાગરા, સુરતના કામરેજમાં બે ઇચથી વધારે વરસાદ નોંધાયો છે.

આજે અહીં પડી શકે છે અતિભારે વરસાદ
ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

આજે 2 કલાકમાં 22 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધી નવસારીમાં 17 મિમિ, જલાલપુરમાં 11 મિમિ, ગીર સોમનાથમાં 7 મિમિ, વાગરામાં 6 મિમિ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશ
અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલથી ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે. આજ સવારથી ફરી બગસરા શહેરમા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ સાવરકુંડલાના ગ્રામ વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના છાપરીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના ખડસલી, વિજપડીમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે.