Gujarat Heavy Rainfall: સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસાદ(Gujarat Heavy Rainfall) વરસશે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં જાણે કે આફતનો વરસાદ વરસર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બનાસકાંઠાના લાખણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને બધુ પાણી-પાણી કરી દીધું છે.
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ
બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે.
લાખણીમાં મેઘરાજાની બઘડાટી
બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તો સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં લાખણીમાં 8.3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાખણીમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં અને બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે. હજુ પણ બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખેતરો બેટમાં ફરવાયા
2 કલાકમાં 6 ઈંચ અને 4 કલાકમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફરવાઈ ગયા છે. ચારેકોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને લઇ ઓરેન્જ એલર્ટ અપાયું છે.મહેસાણા અને બહુચરાજીમાં પોણા 4 ઇંચ, ઊંઝામાં પોણા 2 ઇંચ, જોટાણામાં દોઢ ઇંચ, કડી, વિજાપુર અને વિસનગરમાં 1-1 ઇંચ, વડનગરમાં પોણો ઇંચ, સતલાસણામાં 8 મીમી, ખેરાલુમાં 7 મીમી વરસાદ થયો હતો.
157 તાલુકાઓમાં વરસાદ
આપને જણાવી દઈએ કે, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App