Ambalal Patel Predicted Rain: હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે. જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના|(Ambalal Patel Predicted Rain) ભાગમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ જીલ્લામાં વરસી સકે છે વરસાદ
રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
આગામી 5 દિવસની રોજબરોજની વરસાદી સ્થિતિ કેવી રહેશે
1 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
2 જુલાઈના દિવસે નવસારી અને વલસાડમાં ભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદી માહોલ નહીવત જોવા મળશે.
3 જુલાઈએ રાજ્યના બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતુ.
4 અને 05 જુલાઈના રોજ ધીમે ગતિએ વરસાદ પડશે. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.
યલો એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગે આપેલા મેપ અંગેની વાત કરીએ તો, સોમવારે જુનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયો ખેડવા માછીમારોએ ન જવુ
રાજ્યમાં છેલ્લા દિવસથી વરસાદે જોર પકડ્યું છે, તેવામાં દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચન કર્યુ હતુ. આ ઉપરાંત, દરિયાકાંઠામાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતુ.
અંબાલાલ પટેલની આગાહી
તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App