ગુજરાતમાં ગઈ 8 તારીખના રોજથી સરકારના આદેશ અનુસાર દરેક જગ્યાએ મંદિરોના દ્વાર ખુલી ગયા છે. અને ધીમે ધીમે ગુજરાતના મોટા મોટા મંદિરોમાં ભક્તો ઉમટવા લાગ્યા છે. અવારનવાર મોટા મોટા મંદિરોમાં લાખો કરોડોનું દાન આવતું હોય છે. લોકડાઉનમાં તો દરેક મંદિર બંધ હોવાથી લોકોને મંદિરમાં દર્શને જવાની મનાઈ હતી એટલે દાનનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. પણ અત્યારે બધા મંદિરો ખુલવા લાગ્યા છે ત્યારે લોકડાઉન પછી બહુચર માતાજીને પહેલું મોટું દાન આવ્યું છે.
ગુજરાતમાં આસ્થા અને ધર્મને વળેલી પ્રજા છે. ગુજરાતને મંદિરોની ભૂમિ અને દેવીદેવતાઓની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં લોકો શ્રદ્ધાથી મોટા-મોટા પર્વતો પણ ઓળંગી જાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આવો એક આસ્થાનું ઉદાહરણ સમાન કિસ્સો આવ્યો છે. મહેસાણા પાસે આવેલ યાત્રાધામ શંખલપુરમાં ભક્તોની અનોખી આસ્થા રહેલી છે. ત્યારે અહીં એક ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતાં બહુચર માતાજીને સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
મહેસાણા પાસે આવેલ યાત્રાધામ શંખલપુરમાં બહુચર માતાજીને સોનાનો જે મુગટ અર્પણ કરવામાં આવ્યો છે, તેની અંદાજે કિંમત 25 લાખથી વધુની છે. અહીંયા અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં ભેટ ધરાવતાં હોય છે. તેવું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખલપુર ગામે બિરાજમાન બહુચર માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્યસ્થાનકે મંગળવારે એક માઈભક્ત દ્વારા મનોકામના પૂર્ણ થતાં અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતના 600 ગ્રામ સોનાનો મુગટ મા બહુચરના ચરણે અર્પણ કરાયો હતો. લોકડાઉન પછી મંદિરો દર્શન માટે ખુલ્લા મૂકાયા બાદ ગુજરાતમાં આ પ્રથમ મોટું સુવર્ણદાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news