અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં ગુજરાતી પરિવારે બે સંતાન ગુમાવ્યાં, દરિયાઈ માર્ગે બોટ પલટી

America illegal migrant: અમેરિકા જવાની લ્હાયમાં વિજાપુરના પરિવારે બે વ્હાલસોયા સંતાન ગુમાવ્યા છે. પતિ-પત્ની અને પુત્ર-પુત્રી અમેરિકા જઈ રહ્યા હતા. મેક્સિકોથી (America illegal migrant) ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. સેન ડિયેગો દરિયાના કિનારે બોટ અચાનક પલટી ખાઈ ગઈ જતાં પુત્ર પ્રિન્સ અને પુત્રી માહીનું દરિયામાં ડૂબી જતા મોત થયું છે.

અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બોટ ડૂબતા 4ના મોત
અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં વિજાપુરના 2 લોકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે, આનંદપુરાનું પરિવાર અમેરિકા ઘૂસણખોરી કરતું હતુ અને દરિયા મારફતે તેવો અમેરિકા જઈ રહ્યાં હતા ત્યારે દરિયામાં ભારે કરંટ આવતા બોટ પલટી ગઈ હતી અને દરિયામાં જ અંદર 4 લોકોના મોત થયા હતા. તો વિજાપુરના પુત્ર અને પુત્રીના મોત થયા છે અને પતિ પત્ની CBPની કસ્ટડીમાં છે, પરિવાર મહેસાણાના આનંદપુરાનો હોવાનું સામે આવ્યું છે. કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી છે.

175 ભારતીયોમાં મોટાભાગના ગુજરાતીઓ
આપને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતના લોકો અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે. જેમાં શંકાસ્પદ પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા 175 ભારતીયોમાં મોટાભાગના ગુજરાતીઓ છે. અને મોટાભાગના મુસાફરો ઉત્તર ગુજરાત, મહેસાણાના છે. જેમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી બહાર આવી છે. એજન્ટ ઘનશ્યામ અને હસમુખ કટ્ટીની પણ સંડોવણી હોવાની માહિતી છે.

મેક્સિકોથી અમેરિકા ઘૂસણખોરી કરતા બોટ પલટી
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચામાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે ત્યારે વધુ 2 ગુજરાતીઓના મોત થયા છે, છેક દરિયા કિનારે પહોંચેલી બોટે પલટી મારી છે, પરિવાર બોટમાંથી ઊતરે એ પહેલા પલટી મારી હતી.

જેમાં 2 ગુજરાતીઓ તેમજ 2 અન્ય રાજયના હતા એટલે કે કુલ મળીને 4 લોકોના મોત થયા હોવાની વાત થઈ છે. વિજાપુરના બે બાળકોની દરિયામાં શોધખોળ કરાઈ રહી છે, તો માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદેસર રીતે તસ્કરી કરવા માટે આ બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ સિવાય સમુદ્ર તટની આસપાસ અનેક ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા છે.