વરાછામાં ઉઘરાણા ભૂલી ગયેલ મલાઈખોર પોલીસવાળા હવે વેસુમાં ઉઘરાણી કરે એ પહેલા મેહુલ બોઘરાની થઈ રીએન્ટ્રી…

ADV Mehul Boghra: સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે વેસુ પોલીસ સ્ટેશન નજીક એક પોલીસકર્મી (ADV Mehul Boghra) રિક્ષામાં તેના વચોટિયા રાખીને લોકો પાસે અવેધ રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવા આરોપો મેહુલ બોઘરા દ્વારા કરવામાં આવ્યા છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

પોલીસના દલાલોઓ ઉભી પુછડીએ ભાગ્યા…
આ અંગે મળતી માહિતી મુજબ,વાત એવી છે કે વેસુ વિસ્તારમાં એક પોલીસકર્મી પોતાના વચોટિયા સાથે હફ્તાની ઉઘરાણી કરતા હતા. તેમજ આ પ્રવુતિ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોવાથી સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા હોવાના આરોપો લગાવ્યા હતા.જે બાદ મેહુલ બોઘરા પોતાની ગાડી લઈને આવ્યા ત્યારે પોલીસકર્મીના વચોટિયા ભાગી ગયા હતા. તેમજ રિક્ષાચાલક તો રીક્ષા મૂકીને ભાગી ગયો હતો.

મેહુલ બોઘરાએ સવાલો કરતા પોલીસકર્મીને છૂટ્યો પરસેવો…
આ ઘટનાના પગલે મેહુલ બોઘરાએ ત્યાં સ્થળ પર હાજર પોલીસકર્મીને અનેક સવાલ પૂછયા હતા. મેહુલ બોઘરાએ કહ્યું હતું કે, તમે અહીં શા માટે ઉભા છો… તમારા માણસો મને જોઈને ભાગી કેમ ગયા… આ રીક્ષા કેમ અહીંયા નો પાર્કિંગમાં કેમ પાર્ક કરી છે…

જેવા અનેક સવાલો કરતા પોલીસ કર્મી જવાબ દેવાના બદલે ગેગેફેંફે કરવા લાગ્યો હતો. તેમજ આ ઘટનાના પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને તે ટોળામાંથી એક વ્યક્તિએ આગળ આવીને કહ્યું હતું કે, પોલીસકર્મી તથા તેના માણસો દ્વારા મારા પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી.તેમજ પોલીસ કર્મી રિક્ષામાંથી પોતાની ઉઘરાણીનો થેલો લઈને ભાગી ગયા હતા.

યુનિફોર્મ અંગે મેહુલ બોઘરાએ પોલીસકર્મીને શિસ્ત શીખવ્યું!
જો કે આ ઘટના બાદ રીક્ષા નો પાર્કિંગ ઝોનમાં હોવાથી વેસુ પોલીસ મથકમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,તેમજ આ ઘટનાનો સમગ્ર વિડીયો સામે આવ્યો છે. એમાં મેહુલ બોઘરા પોલીસ કર્મીને યુનિફોર્મ અંગે શિસ્ત શીખડાવતા નજરે પડે છે.