પ્રેમિકાએ કરી લીધી અન્ય યુવક સાથે સગાઈ તો પ્રેમીએ કરી લીધો આપઘાત અને સુસાઇડ નોટમાં લખ્યું કે….

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બરોડા જિલ્લાના ચોરંદા ગામના રહેવાસી હાલ અમરોલી વિસ્તારમાં આવેલ ન્યુ કોસાડ રોડ નજીક હરીદર્શન સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ માછી પ્રિન્ટીંગ પ્રેસ ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં ૨૩ વર્ષીય મેહુલ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડ નજીક ડિઝાઈનર તરીકે નોકરી કરી પિતાને મદદરૂપ થતો હતો.

મૃતક ના નજીકના મિત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ધંધાથી ડિઝાઇનર એવા મેહુલની પ્રેમિકા યુવતીએ અન્ય યુવાન સાથે સગાઇ કરી લેતા તેણે ડીપ્રેશનમાં આવીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આપઘાત ની ઘટના સવારે ૫ થી ૮ દરમ્યાન બની હોવાનું સામે આવ્યું છે. અને આ યુવક સવારે ૫ વાગ્યા સુધી જાગી રહ્યો હતો અને સતત રડી રહ્યો હતો.

નજીકના મિત્ર એ ત્રિશુલ ન્યુઝની સાથે વાતચીતમાં જણાવ્યું કે, મેહુલની છેલ્લા ત્રણ મહિનાથી પોતાની પ્રેમિકા સાથે સગાઈની વાત ચાલી રહી હતી ત્યારે યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ જતાં માઠું લાગી આવતા પગલું ભર્યું હતું.

જોકે યુવાને સુસાઇડ નોટ લખી હતી અને પોતાની પ્રેમિકાને કોઈ નુકસાન ન થાય તેવી રીતે લખેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું મારી મરજીથી આપઘાત કરૂ છું, જેની પાછળ કોઇ જવાબદાર નથી. અને મારા ગયા બાદ કોઈ તપાસ કરવી નહી.

ગુરૂવારે વહેલી સવારે પોતે જ્યાં છેલ્લા પાંચ છ વર્ષથી ઉપરની રૂમમાં સુતો હતો ત્યાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મેહુલે બુધવારે રાતે જ પરિવારે જણાવ્યું હતું કે, મારે નોકરી એ મોડું જવાનું છે એટલે મને કોઈ જગાડવા આવતા નહીં ત્યારબાદ પિતાએ બે વખત મેહુલનો દરવાજો ખટખટાવ્યો હતો. મેહુલે દરવાજો નહિ ખોલતા પિતાએ રૂમની પાછળની બાજુએથી જોતા મેહુલ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *