લાંબા સમય બાદ ગુજરાતમાં મેઘરાજાએ દીધી દસ્તક- મહિનાઓથી સુકા પડેલા રસ્તા પર પાણી ભરાયા

રાજકોટ(ગુજરાત): છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રભરમાં વરસાદની ખેડૂતો ઘણી રાહ જોઇ રહ્યાં છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન આજે ગોંડલના વાતાવરણમાં સવારે પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસી જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી છે.

જાણવા મળ્યું છે કે, મેઘરાજા રિસાય જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાય રહ્યું છે. વિવિધ પાકો સૂકાવા કગાર પર છે. તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઉંચા આવ્યા નથી. આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યા છે. ધોધમાર વરસાદ વરસે તેવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

ખેડુતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદના આજે ઝાપટા શરૂ થયા છે. આજરોજ આટકોટમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. ઘણા દિવસ પછી આજે વરસાદી ઝાપટા વરસતા રસ્તા ભીના થયા હતા. ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલ વાવણી બાદ વરસાદ ન વરસતા પાક નિષ્ફ્ળ જવાની ભીતીએ જગતનો તાત મેહુલિયાની ખુબ જ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સિંચાઈ વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં જળાશયોની હાલની સ્થિતિ જોઈએ તો કુલ 38% જથ્થો છે જેમાંથી આ સ્થિતિ મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો માત્ર 100 જેટલા ગામોને 14725 હેકટર સિંચાઈનું કુલ 51257 MCFT પાણી આપી શકાય તેવી સ્થિતિ છે. આ દરમિયાન જે તાલુકા અને ગામડામાંથી સિંચાઈ પાણી માટે માંગ કરવામાં આવશે તેને સલાહકાર સમિતિ મિટિંગ કરી બાદમાં નિયમ અને જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *