સુરતમાં ધોળા દિવસે જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ કરી ચોરી- જુઓ live વિડીયો

આજકાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. હાલમાં…

આજકાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં પણ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માણકી જ્વેલર્સની દુકાનમાં ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને પ્રવેશી હતી. આ મહિલાઓએ સામાન્ય ગ્રાહકોની જેમ દાગીના જોવાના શરૂ કર્યા હતા અને જોતા-જોતા સોનાની ચેઈન ચોરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, માણકી જવેલર્સમાં સેલ્સ ગર્લની નજર ચૂકવીને માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ રૂપિયા 1 લાખની સોનાની ચેઈન ચોરી લીધી હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે કે, આ ત્રણ મહિલાઓમાંથી એક મહિલા સતત સેલ્સ ગર્લ અને આસપાસના કસ્ટમર પર નજર રાખી રહી હતી.

મળતી માહિતી મુજબ, આ ત્રણ મહિલાઓ પૈકી વચ્ચે બેઠેલી મહિલાએ તેને હાથમાં દાગીના જોવા માટે આપ્યા હતા. આ દરમિયાન સેલ્સ ગર્લની નજર ચૂકવીને સોનાની ચેઈનની ચોરી કરી લીધી હતી. મહિલાઓએ દાગીના જોયા બાદ ખરીદી કર્યા વગર જ્વેલર્સની દુકાનમાંથી નીકળી ગયા હતા.

ત્યારબાદ માલિકે જ્યારે દાગીનાની ગણતરી કરી ત્યારે માલૂમ પડ્યું કે, સ્ટોકમાં એક સોનાની ચેઈન ઓછી છે ત્યારબાદ તેમને શંકા ગઈ કે કસ્ટમરે ચોરી લીધી છે. બાદમાં તેમણે પોતાની દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ સોનાની ચેઈન ચોરી છે. ત્રણેય મહિલાઓએ માસ્ક પહેર્યા હોવાથી તેમની સ્પષ્ટ ઓળખ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *