ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાંથી વિદાય થયાને ઘણા અઠવાડિયા વીતી ગયા છે. 20 મી જાન્યુઆરીએ, જો બિડેનના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો પહેલા, ટ્રમ્પ ફ્લોરિડામાં માર એ લાગો સ્થિત તેમના નિવાસ સ્થાને ગયા હતા. ત્યારબાદથી ટ્રમ્પ તેમના પરિવાર સાથે ત્યાં રોકાઈ રહ્યા છે. ટ્રમ્પના પૂર્વ સલાહકારોએ જણાવ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ નથી ત્યારે તેમના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મેલાનિયા ટ્રમ્પને લાગે છે કે વ્હાઇટ હાઉસ કરતા ટ્રમ્પ હવે ખુશ છે. તે જ સમયે, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખુશ છે કે હવે તે ટ્વિટર પર નથી.
ઇન્ટરવ્યૂમાં, ટ્રમ્પના વિશ્વસનીય સહાયક અને ઝુંબેશ મેનેજર જેસન મિલરે કહ્યું હતું કે મહાભિયોગની સુનાવણી હોવા છતાં, આટલા વર્ષોમાં પહેલી વાર, ટ્રમ્પનો ચહેરો ચિંતા વગરનો લાગી રહ્યો છે. હાલ ટ્રમ્પ ખુબ જ ખુશ અને ચિંતા વગરની જિંદગી જીવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવું પહેલી વાર થયું છે કે, ટ્રમ્પ શાંતિ અને સુખી રીતે પોતે જીવી રહ્યા હોય.
મિલેરે કહ્યું, “અમેરિકન ઇતિહાસમાં ફક્ત 45 લોકો જ છે, જેઓ જાણે છે કે આખા વિશ્વનો ભાર તેમના ખભા પર લઈને ફરવું કેટલું અઘરું છે, અને જયારે ચાર વર્ષ પછી માલુમ પડે કે, હવે આખી દુનિયાની ચિંતા તમારે નથી કરવાની ત્યારે કેવી શાંતિ મળે! આ જ શાંતિનો અનુભવ હાલ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે.
મિલરના કહેવા પ્રમાણે, “ટ્રમ્પે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ન રહેવું અને નફરતથી ભરેલા ઇકો-ચેમ્બર (જેને સોશિયલ મીડિયા ઘણા પ્રસંગો બનાવે છે) નો વિષય ન બનવું તે ખરેખર સારું છે.” ટ્રમ્પના ટ્વિટર પર લગભગ 8 કરોડ 80 લાખ ફોલોઅર્સ હતા. થોડા અઠવાડિયા પહેલા તેને માઇક્રોબ્લોગિંગ સાઇટથી દૂર કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ વિરુદ્ધ ટ્વિટરે આ પગલું તેના સમર્થકો દ્વારા 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલમાં બનેલી ઘટના બાદ કર્યું હતું.
મિલરના જણાવ્યા મુજબ, ટ્રમ્પ આ નવા વાતાવરણમાં પણ ખુશ છે. મેલાનીયાએ જણાવતા કહ્યું છે કે તે જોવાનું પસંદ કરે છે કે ટ્રમ્પ હવે ખુશ છે અને પહેલા કરતા વધારે આનંદ માણી રહ્યા છે.
વ્હાઇટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પની સાથે હાજર રહેલા મિલરે જણાવતા કહ્યું હતું કે, ટ્રમ્પ તે સમયે ઘણા સારા મૂડમાં હતા અને આખું વાતાવરણ ભાવનાશીલ હતું. ઘણા લોકો ખૂબ દુઃખી હતા કે ટ્રમ્પનો વિદાયનો દિવસ આવી ગયો હતો, પરંતુ તેમને એ વાતનો પણ ગર્વ હતો કે ટ્રમ્પનો કાર્યકાળ અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ હતો. મિલેરે કહ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહાભિયોગની સુનાવણીમાં ટ્રમ્પ દોષી સાબિત નહીં કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle