વિડીયો/ કાયદાની તો ઐસી કી તૈસી- ઢોરને પણ ન મારે એવો માર યુવાનને માર્યો, લાકડી- પથ્થરો મારી અધમૂઓ કરી નાખ્યો

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર(Surendranagar)માં કાયદાના લીરા ઉડાવતી એક ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાય જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ(Mahatma Gandhi Hospital)ના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખ્સે ધોકા અને પથ્થરોથી ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે સાત શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જે ઘટના ઘટી છે એનો વિડીયો જોઈએ તો એવું લાગી રહ્યું છે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હોઈ શકે છે, પરંતુ આ બનાવમાં ‘સામું કેમ જુએ છે?’ એવી સામાન્ય વાતને લઇને જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે એમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જેમ ફાવે તેમ મારામારી કરવામાં આવી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ ધોકા લઈને તૂટી પડ્યા હતા. તો બીજા શખ્સો દ્વારા મોટા પથ્થરો લઈ માર મારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં હત્યાના પ્રયાસની જે ઘટના સામે અવી છે એનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં આરોપી હાથમાં લાકડી લઈ ભોગ બનનારને ઢોરમાર મારતા નજરે ચડી રહ્યા છે. એક યુવક મર્ડર કરો…મર્ડર કરો..કહેતો હોય તેવું પણ સંભળાઈ રહ્યો છે.

ઢોરમારનો આ વિડીયો વાઈરલ થયા પછી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સાત શખ્સ વિરુધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા દીપક વાણિયા, રમેશ પારગી, દર્શન રાઠોડ અને જિજ્ઞેશ રાઠોડ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા શખસ મળી સાત લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ધોળે દિવસે હત્યાના પ્રયાસની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *