ગુજરાતના દરિયામાંથી ઝડપાયું 425 કરોડનું ડ્રગ્સ- આ રીતે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડએ પાર પાડ્યું સફળ ઓપરેશન

ડ્રગ્સ(drugs): ગુજરાતના દરિયા (Gujarat coast) કિનારે અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથો ઝડપતો હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતના દરિયા માંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથો પકડવામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડને મોટી સફળતા મળી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગુજરાતના દરિયા કિનારેથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડને ગુજરાતના દરિયા કિનારેથી 61 કિલો માદક પદાર્થ સાથે 5 ક્રુ મેમ્બરની પણ ધરપકડ કરી છે. હાલ પોલીસ વધુ તપાસ માટે ક્રૂ મેમ્બર અને બોટને ઓખા બંદર પાસે લઈ ગયા છે. આ ડ્રગ્સને ભારતીય જળસીમામાંથી બોટ સાથેજ ઝડપી લેવામાં આવ્યા હતા.

ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાત એટીએસના ઇનપુટની મદદથી ગુજરાતના દરિયા કિનારેથી 5 ક્રૂ સાથે ઈરાની બોટને ઝડપી પાડી હતી. આ બોટમાં નું 61 કિલો હિરોઈન મળી આવ્યું છે જેની કિંમત 425 કરોડ છે. 6 માર્ચ અને સોમવારે એટીએસ દ્વારા ચોક્કસ ઇનપુરના આધારે કોસ્ટગાર્ડે દરિયામાં પેટ્રોલિંગ માટે બે વહાણો મીરાબેહન અને આઈસીજીએસ એબીકે તૈનાત કરવામાં આવ્યા હતા.

આ બોટ તે સમય દરમિયાન પાણીમાં શંકાસ્પદ રીતે આગળ વધતી જોવા મળી હતી. આ બોટ ઓખાના દરિયાથી આશરે 340 કિલોમીટર જેટલી દૂર હતી. ત્યારેજ આ શંકાસ્પદ બોટ પર કોસ્ટગાર્ડની નજર પડી હતી. ત્યારબાદ આ બોટે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ કોસ્ટગાર્ડના જવાનો દ્વારા આ બોટનો પીછો કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ આ શંકાસ્પદ બોટને રોકવામાં આવી હતી અને ત્યારે તેમાં ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ ક્રૂ મેમ્બર્સ હતા. જયારે આઈસીજી બોર્ડિંગ ટીમ દ્વારા બોટની તપાસ કરવામાં અવી ત્યારે ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા જોવા મળ્યા હતા. ચેકિંગ બાદ બોટ માંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. હાલ આ આ બોટને ઝડપી અને  પાડવામાં આવી છે વધુ તપાસ માટે ઓખા મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *