Act against nature with dogs in Surat: સમાજમાં જાતીય વિકૃતિઓ એટલી હદે વ્યાપી ગઈ છે કે દીકરીઓ તો ઠીક હવે સમાજમાં પશુ-પ્રાણીઓ પણ સલામત નથી.ત્યારે સુરતમાં માનવતાને શર્મસાર કરતો સામે આવ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતાં વ્યક્તિ શ્વાન સાથે બદકામ કર્યું હતું. સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતાં સિક્યુરિટી કંપનીના જવાનના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. જેને લઈને પ્રાણી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસે બેસેલા એક કુતરા પાસે આવી એક વ્યક્તિ તેની પાસે અપ્રાકૃતિક સેક્સ કરાવતો હતો. ગત 14મી ની રાત્રે 1.23 કલાકની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુરતમાં ફરી એક વખત માનવતા થઈ શર્મસાર, શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સીસીટીવીમાં કેદ#Surat #CCTV #Gujarat #News #Trending #Newsupdates #Video #trishulnews pic.twitter.com/kd75mS3q56
— Trishul News (@TrishulNews) October 20, 2023
સીસીટીવી ફુટેજની ક્લીપનો વિડીયો દિનેશભાઈ કાછડીયાને મળતા તેમણે ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્ય ધર્મેશભાઈ ગામીને મોકલતા તેમણે તપાસ કરી તો તે સ્થળ વરાછા ખોડીયારનગર રોડ ભાતની વાડી શિવશંકર સોસાયટીના ગેટ પાસેનું હતું. વધુ તપાસ કરતા તે વ્યકિતની ઓળખ દયાશંકર વૈદનાથ શર્મા તરીકે થઈ હતી.
આથી આ અંગે ધર્મેશભાઈ ગામીએ ગતરાત્રે વરાછા પોલીસ મથકમાં અપ્રાકૃતિક સેક્સ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમન 1960 ની કલમ 11(1)(3) મુજબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને પોતાના કામના સ્થળ નજીક આ અધમ કૃત્ય કરનાર દયાશંકર શર્માની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાને લઈને પ્રાણી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાણી પ્રેમીઓએ સીસીટીવીના આધારે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. સાથે પ્રાણીઓને લગતા કાયદાનો કડક અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube