ઇતિહાસમાં પહેલીવાર આ હોસ્પિટલમાં એવા બાળકનો જન્મ થયો કે, ડોકટરો સહીત દરેકને આંખે અંધારા આવી ગયા

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક હૉસ્પિટલમાં અનોખા બાળકનો જન્મ થયો હતો. બાળકના દેખાવને જોઈને હૉસ્પિટલનો સ્ટાફ સ્તબ્ધ રહી ગયો હતો. હકીકતમાં…

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક હૉસ્પિટલમાં અનોખા બાળકનો જન્મ થયો હતો. બાળકના દેખાવને જોઈને હૉસ્પિટલનો સ્ટાફ સ્તબ્ધ રહી ગયો હતો. હકીકતમાં અહીં એક “મર્મેડ બેબી”નો જન્મ થયો હતો. આને ડૉક્ટરની ભાષામાં મેર્મેડ સિન્ડ્રોમ કહે છે. જેના કારણે બાળકનો વિકાસ આ રીતે થાય છે.

સરકારી હૉસ્પિટલ ખાતે બુધવારે મહિલાએ આવા બાળકને જન્મ આપ્યો હતો. હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે જન્મના થોડા જ કલાકમાં બાળકનું ખૂબ જ ગંભીર મેડિકલ સ્થિતિને પગલે મૃત્યુ થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, “બુધવારે સાંજે સાત વાગ્યે બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ બે કલાકમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોય છે.”

મર્મેડ સિન્ડ્રોન સાથે જન્મેલા બાળકના હાડકાં કંઈક અલગ જ રીતે વિકસિત થયા હોય છે. આ ઉપરાંત બાળકના જનનાંગો પણ હોતા નથી. તેમાં બાળકની કરોડરજ્જુનો પણ વિકાસ થયેલો નથી હોતો. આ ઉપરાંત બંને કિડનીનો પણ અભાવ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિસોર્ડર સાથે જન્મેલા બાળકો વધારે સમય સુધી જીવિત રહી શકતા નથી. બાળકના કમરથી નીચેનો ભાગ જાળપરી આકારનો હોય છે.

સરકારી હૉસ્પિટલમાં આ પ્રકારના બાળકનો જન્મ થવાથી હૉસ્પિટલનો હાજરનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. હૉસ્પિટલ બહાર પણ આ વાતની ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આજકાલ બાળકના જન્મ પહેલા અનેક વખત સોનોગ્રાફી કરીને બાળકની સ્થિતિ અંગેની તપાસ કરવામાં આવે છે. આ કેસમાં સોનોગ્રાફી કે અન્ય કોઈ તપાસમાં બાળકની આવી સ્થિતિ અંગે માહિતી કેમ સામે ન આવતી નથી તે પણ એક પ્રશ્ન છે. આ કિસ્સો હૈદરાબાદનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *