સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે: હવામાન વિભાગે અગામી બે દિવસ આ જીલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

Rain Forecast In Gujarat: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ઘણા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે આવનાર 3 કલાકને લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી (Rain Forecast In Gujarat) કરવામાં આવી છે.

આ સાથે અમરેલી, ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દ્વારકા અને કચ્છમાં પણ આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાટણ, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે ભાવનગર અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે તો બનાસકાંઠા મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા સમગ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના પોરબંદર જીલ્લામાં અવિતર મેઘાનાં મંડાણ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 17 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુદામાં ચોક, એમજી રોડ પાસે પાણી ભરાયા હતા. ખીજડી પ્લોટ ગાર્ડન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. છાયા પ્લોટ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા.