છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 162 તાલુકાઓમાં વરસાદની દમદાર બેટિંગ; સૌથી વધુ જૂનાગઢમાં ખાબક્યો

Gujarat Heavy Rain: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. જયારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજકોટના લોધીકા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ અને માળીયાહાટીના તાલુકામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 55 (Gujarat Heavy Rain) તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

32 જિલ્લાના 162 તાલુકામાં મેઘ મહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લામાં વરસાદ પડ્યો છે, 162 તાલુકામાં ધોધમાર વરસાદ નોધાયો છે. સૌરાષ્ટના કેટલાય વિસ્તારોમાં સાંજ પછી વરસાદી માહોલ જામ્યો અને જામનગરના કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો પોરબંદરના સુદામા ચોક, ખાદી ભવન, એમ.જી રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં કાલે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ લોધીકામાં સવા 5 ઈંચ વરસાદ ખાબક્યો, પાટણ-વેરાવળમાં 4.5 ઈંચ, ભાભરમાં 4 ઈંચ, લાઠીમાં 2.5 ઈંચ, ધોરાજીમાં 4.5 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, બગસરામાં 3 ઈંચ, નખત્રાણામાં 3.5 ઈંચ, માતરમાં સવા 2 ઈંચ, જામ કંડોરણામાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો.

મળતી માહિતી અનુસાર, આવનારા 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે, જે મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે.