Meteorological Department Forecast: ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. હાલમાં ઉનાળાની પહેલી હીટવેવની અસર હેઠળ પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લા આવી ગયા છે. અમદાવાદમાં પર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. અમદાવાદીઓ રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની જેમ દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી(Meteorological Department Forecast) કરતા વરસાદ અને હીટવેવનું અનુમાન કર્યું છે.
કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.જેમાં કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ બીજા દિવસથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે.
કેમ પડશે વરસાદ?
રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. અરેબિયનથી ભેજ આવી રહ્યો છે એટલે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે.
ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે લોકો
આપને જણાવી દઈએ કે, રાજ્યના પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના લોકો હીટવેવની અસર હેઠળ હોઈ બપોરના સમયગાળામાં આ વિસ્તારના લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું છે. આજે પણ આ ત્રણ જિલ્લાઓમાં હીટવેવ યથાવત રહેશે.
હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અંશતઃ વાદળછાયું આકાશની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન 22° ડિગ્રી સે. રહેવાની સંભાવના છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App