ગુજરાતમાં રથયાત્રાના દિવસે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી; જાણો ક્યાં ત્રાટકશે મેઘરાજા

Rain Forecast: અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમથી નીકળશે. આ દિવસે વરસાદને લઈને આગાહી કરી છે. આ વર્ષે આગામી 7 જુલાઈના રોજ રથયાત્રાની(Rain Forecast) ઉલ્લાસભેર ઉજવણી કરાશે. હાલમાં રથયાત્રાની ઉજવણીને લઈને શહેરના જગન્નાથ મંદિરમાં પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રથયાત્રામાં વરસાદનું જોર રહેશે
નોંધનીય છે કે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે. રથયાત્રાના દિવસે સામાન્ય રીતે વરસાદ જોવા મળે છે. આ વર્ષે ચોમાસની સારી શરૂઆત થઈ છે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. ત્યારે રથયાત્રાના દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે. 7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.અષાઢી પાંચમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રથયાત્રાની ઉજવણી પૂર્વે પણ રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી લઈને ભારે વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળી શકે. ભારે વરસાદને પગલે આગામી પાંચ દિવસ માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, નર્મદા, નવસારી,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત ભરૂચ, પાટણ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.