ગુજરાત(Gujarat): આજે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકશે એવી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે. 4 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં તો ભારે વરસાદ(heavy rain)ની શકયતા નહિવત દેખાઈ રહી છે.
હજુ આગામી ચાર દિવસ વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાને પણ સારો એવો વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી વલસાડ અને નવસારીમાં પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ પણ બેટની સ્થિતિમાં જ છે અને વાવ તાલુકાના સેંકડો ગામડાઓ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયાને એક અઠવાડિયું થઇ ગયું પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓ પાણીમાં જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.