હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર – જાણો રાજ્યમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન

Heatwave Forecast: રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત રહેવા પામી છે. મોટાભાગના રાજ્યોનુ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. વળી, સુરેન્દ્રનગરમાં 39.5 અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી(Heatwave Forecast) કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.

આગ ઝરતી ગરમીમાં શેકાશે ગુજરાત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. વરસાદની સંભાવના નથી. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26થી 28 માર્ચના સુધીના સમયમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગરમીનો પારો 43ને પાર જવાની સંભાવના છે. આ દિવસોમાં બપોરના સમયે બિનજરુરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ પાણી, લીંબુનુ શરબત પીવ તેમજ ગરમીથી બચવા મોઢા પર રુમાલ અથવા હેલમેટના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.

મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે
હવામાન વિભાગ અનુસાર આજથી સાત દિવસ સુધી દીવ, દાદરાનગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સાથે જ આગામી ચાર દિવસ હીટવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી.અમદાવાદ આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.

કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી
ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા પાણી ઓછું થયું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.

હીટવેવની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને હીટવેવની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની શક્યતાઓ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, 26, 27 અને 28 માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર રહેશે. આ દિવસોમાં ગુજરાતના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તો કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ હોવાનું જણાવ્યું છે.