ગુજરાત(Gujarat): રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી મેઘરાજાની રાહ જોવાઇ રહી છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી ચાર દિવસોને લઈને વરસાદની આગાહી(Rainfall forecast) કરવામાં આવી છે. આજની જ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ ?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદ વરસી શકે છે. આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ ખાબકી શકે છે. જયારે 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇના રોજ બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. આ સાથે મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તો સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 2 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દમણના દરિયા કિનારે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. પર્યટકોને પણ દરિયા કિનારા પાસે નહીં જવાની સુચના આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.