ગુજરાતમાં આગામી 7 દિવસે પડશે કાતિલ ઠંડી…જાણો હવામાન વિભાગે કરી આગાહી

Meteorological Department Forecast: ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો થતો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ (Meteorological Department Forecast) વાતાવરણ શુષ્ક રહેશે, માવઠાની કોઈ શક્યતા નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજી ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે.

14મી ફેબ્રુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, 14મી ફેબ્રુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે. સાથે જ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, હાલમાં રાજ્યમાં ઉત્તરપૂર્વ-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. શનિવારે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ સાથે રાજકોટમાં 13 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, વડોદરા 16 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં 35 ડિગ્રી આસપાસ, ઉત્તર ગુજરાતના ભાગોમાં 28થી 30 ડિગ્રી આસપાસ, સૌરાષ્ટ્રના ભાગોમાં 34થી 35 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે.હવામાનમાં પલટા અંગે અંબાલાલે કહ્યું કે, 9 ફેબ્રુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 10 ફેબ્રુઆરી સુધીમાં વાદળો આવી શકે છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાન વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી આવવાની શક્યતા પણ છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળશે
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યું છે. વાદળો ઘટવાની સાથે ઠંડી આવી શકે છે. તેમણે ઠંડીના રાઉન્ડ, તાપમાન, પવનની ગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પવનની દિશા છેલ્લા થોડા દિવસથી ઉત્તર પશ્ચિમ તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા. જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી.

નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ખેડૂતોના પાકમાં નુકશાન થશે
ફેબ્રુઆરી મહિનામાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે અને અરબ સાગરનો ભેજ હોવા છતાં વાદળો બરોબર બનતા નથી. જેની અસર ચોમાસા પર થઈ શકે અને ઉભા કૃષિ પાકોમાં ઘઉં જેવા પાકોમાં દાણા પોચા પડી જવાની શક્યતાઓ રહેશે. ભારે પવનના કારણે પણ બાગાયતી અને શિયાળું પાકને અસર થઈ શકે છે.