માર્ચની શરૂઆતમાં જ સૂરજદાદા આકરા પાણીએ: ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, હાલમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે (Gujarat Heatwave Forecast) લોકો ગરમી અનુભવી રહ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 8 માર્ચના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.9 માર્ચના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હીટવેવની હવામાન વિભાગની આગાહી
10 માર્ચના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.11 માર્ચના રોજ કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

12 માર્ચના રોજ કચ્છ, રાજકોટ અને બનાસકાંઠામાં હીટવેવ એલર્ટ જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.