Rain forecast in Gujarat: ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની વરસી શકે છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.
દક્ષિણ ગુજરાતના જીલ્લામાં ભારે વરસાદની આગાહીહમાવન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ જીલ્લામાં શનિવારે એટલે કે આજે ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. ત્યારે છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદવરસી શકે છે. આજે અમદાવાદ, વલસાડ, દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદની આગાહી છે.
અત્રે આવતી કાલની વાત કરવામાં આવે તો ૧૭ સપ્ટેમ્બરે નર્મદા, દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ સહીત તાપી જીલ્લામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત, 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે બીજી તરફ મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે તેવી શક્યતાઓ પણ રહેલી છે.
17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube