વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત, કેનેડાની નદી પાસેથી મળ્યો આણંદના 20 વર્ષીય વિષય પટેલનો મૃતદેહ

Death Vishay Patel of Anand in Canada: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતતને સતત વધારો નોધાય રહ્યો છે. હાલ આ સમયમાં માતા પિતાનું…

Death Vishay Patel of Anand in Canada: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતતને સતત વધારો નોધાય રહ્યો છે. હાલ આ સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.

આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે. હાલ એક ઘટના કેનેડામાં એવી ઘટના સર્જાઈ હતી કે, ‘માતા-પિતાને રડવાનો વારો આવ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી કેનેડામાં એકબાદ એક રહસ્યમયી રીતે ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે વધુ એક ગુજરાતીનું કેનેડામાં મોત નીપજ્યું છે, ગુજરાતના આણંદનો વિષય પટેલ (ઉંમર વર્ષ 20) નામનો યુવક છેલ્લા 6 દિવસથી કેનેડામાં ગાયબ થઈ ગયો હતો. કેનેડા પોલીસને ફરિયાદ મળતા તે યુવકની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન કેનેડા પોલીસને બ્રાન્ડોન શહેરના પૂર્વમાં એસિનિબોઈન નદી હાઈવે બ્રિજ પાસેથી 20 વર્ષીય વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે.

હાલ કેનેડા પોલીસ તપાસ કરી રહી છે કે, વિષય પટેલે આત્મહત્યા કરી છે કે હત્યા તે અને હાલ તપાસ ચાલી રહી છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ PM રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ મૃતક વિષયના માતા-પિતા કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર મૃતક વિષયના પરીક્ષામાં એક વિષયમાં ફેઈલ થયો હોવાની વાત પણ સામે આવી છે.

મે મહિનામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, મળેલી માહિતી અનુસાર મૂળ ભાવનગર પાસે આવેલા સીદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર આયુષ ડાંખરા (ઉંમર વર્ષ 23) ધોરણ-12નો અભ્યાસ કરીને સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ કેનેડામાં આવેલા ટોરેન્ટો માંથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ મિત્રોએ પરિવારને સમગ્ર ઘટના વિષે જાણ કરી અને આયુષ ગુમ થયાની ફરિયાદ ટોરેન્ટો પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાવયાના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *