ગુજરાત(Gujarat): રાજ્યના લોકો માટે અતિમહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. આ આગાહી કોઈ ભારે વરસાદની નહિ પરંતુ વાવાઝોડાને લઈને આગાહી(Thunderstorm forecast) કરવામાં આવી છે. જે ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર કહી શકાય.
ગુજરાત રાજ્ય સરકારના હવામાન ખાતાની આગાહી અનુસાર, પુર ઝડપે વાવાઝોડુ ફૂંકાઈ શકે છે. આ ગંભીર આગાહીને પગલે દરિયા કિનારે વાવાઝોડું અને ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓને પગલે સુંવાલી બીચને બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ માછીમારોને પણ દરિયામાં ન જવાની અને દરિયો ન ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે.
એચ ડીવીજન સુરત શહેર દ્વારા વાવાઝોડાની આગાહીને પગલે ડુમસ અને સુંવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો આદેશ બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી ડુમસ અને સુંવાલી બીચ બંધ જ રહેશે. હઝીરા પોલીસ સ્ટેશનના સ્ટાર્ફને પણ દરિયા કિનારે તેનાત કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધી શકે છે. પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા સામાન્યથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.