હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આગામી સમયમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ફરી એક વાર રાજ્યમાં વરસાદી સીસ્ટમ સક્રિય થતા હવે વરસાદ વરસી શકે છે.

ગત મહીને એટલે જે જુન મહિનામાં વરસાદ પાછો ખેચાતા વરસાદ પડવાની સંભાવનાઓ નહીવત હતી. જેને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો હતો. પરંતુ અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. જે ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય.

આગાહી અનુસાર રવિવાર એટલે કે આવતી કાળથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જયારે બીજી બાજુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જયારે કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 11 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ભારે વરસાદ પડવાની સાથે નદી અને નાળાઓમાં પુર આવે તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સારો વરસાદ પડી શકે છે.

આગામી ૧૪ જુલાઈથી ૧૬ જુલાઈ સુધી અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેથી દ્વારકાથી જખૌ સુધીના દરિયામાં હળવા દબાણની શક્યતાઓ વર્તાય રહી છે. જેને લઈને ખલાસીઓને સાવચેત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *