પત્ની સાથે ગેર સબંધની શંકામાં ભાઈએ પોતાના જ લક્ષમણ જેવા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો

જયારે વ્યક્તિના મગજમાં એકવાર શંકા આવી જાય તો તે કઈ પણ સમજવા તૈયાર થતો નથી.હાલ આવી જ શંકા-કુશંકાની ઘટનામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો…

જયારે વ્યક્તિના મગજમાં એકવાર શંકા આવી જાય તો તે કઈ પણ સમજવા તૈયાર થતો નથી.હાલ આવી જ શંકા-કુશંકાની ઘટનામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાથી પુરા ગામમાં હોબાળો મચી જવા પામ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દેવગઢબારિયા તાલુકાના ભૂવાલ ખાતે રહેતા પ્રવીણ ગોપસિંહ પટેલને પોતાની પત્નીને કૌટુંબિક ભાઈ બુધાભાઈ પટેલ સાથે આડા સબંધો ચાલતા હોવાનો વ્હેમ મગજમાં ભરાઈ ગયો હતો. આ અંગે અગાઉ પણ અનેક વખત તકરાર કરી ચુક્યો હતો. પરંતુ, તેણે હવે તો હદ પાર કરી દીધી અને કૌટુંબીક ભાઈ બુધાભાઈને રસ્તામાંથી હંમેશા માટે હટાવવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી.

આ ઘટના અંગે વિગતે જાણવા મળ્યું છે કે, આડા સંબંધોની શંકામાં પ્રવીણ પટેલે નજીકના એક ખેતરમાં કામ કરી રહેલા તેના જ ભાઈ બુધાભાઈ પટેલને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપીએ ઘરે જઈને તેના કાકાને આ અંગે જાણ કરી હતી કે, બુધાભાઇને મારી પત્ની સંગિતા સાથે આડા સબંધો હતા, જેથી મેં તેની હત્યા કરી નાખી.

ત્યારબાદ ગામના સરપંચ સહીત અગ્રણીઓએ મૃતકના ઘરે જઈને આ અંગે તેના પિતાને જાણ કરી હતી. આ સાંભળતા જ પરિવારના પહ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ આરોપીની જણાવેલ જગ્યા પર જઈને તપાસ કરી તો જોવા મળ્યું કે, બુધભાઈનો મૃતદેહ લોઈ-લુહાણ હાલતમાં પડ્યો હતો. આ અંગે મૃતકના પિતા દ્વારા દેવગઢબારિયા પોલીસ મથકે પ્રવીણ ગોપસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *